|
૧) PRC (PRIOR REFERAL CHECK) પાકિસ્તાન નાગરિકો ઈન્ડીયન એમ્બેસીમાં વિઝા માટે એપ્લાય કરે ત્યારે MHA ન્યુ દિલ્હી ખાતેથી (PRC PORTAL) સોફ્ટવેરમાં પ્રિ-વિઝા ઈન્કવાયરી ઓનલાઈન અત્રેની કચેરી ખાતે મળે છે તે પ્રિ-વિઝા ઈન્ક્વાયરી અત્રેની કચેરી ખાતે ડાઉનલોડ કરી જે તે પોલીસ સ્ટેશન ખાતે ખરાઈ માટે મોકલવામાં આવે છે અને પો.સ્ટે.થી અભીપ્રાય સાથે પરત અત્રે આવ્યેથી હકારાત્મક/નકારાત્મક અભિપ્રાય ઓનલાઇન PRC પોર્ટલ પર અપડેટ કરવામાં આવે છે. ત્યારબાદ ગાંધીનગર ઇન્ટેલીજન્સ બ્યુરો, ‘એફ’ બ્રાંચ ખાતે આગળની કાર્યવાહી કરવા સારુ મોકલવામાં આવે છે. ત્યારબાદ ગાંધીનગરથી વેરીફાય કર્યા બાદ તેઓ એમ.એચ.એ. ન્યુ દિલ્હી ખાતે મોકલવામાં આવે છે. જે અનુસંધાને એમ.એચ.એ. ન્યુ દિલ્હી નાઓ હકારાત્મક/નકારાત્મક અભિપ્રાય સાથે તેઓની વિઝા માટેની અરજી ઇન્ડીયન એમ્બેસી, પાકીસ્તાન ખાતે મોકલવામાં આવે છે. ૨) STV (SHORT TERM VISA) પાકિસ્તાન નાગરિકો ટુંકાગાળાના (વિઝીટ, મેડીકલ, અને પીલગ્રીમેઝ) વિઝા (૩૦ દિવસ, ૪૫ દિવસ, ૬૦ દિવસ અને ૯૦ દિવસના) મેળવીને મુનાબાઓ રેલ, અટારી-વાઘા રોડ અને રેલ, દિલ્હી એર અને મુંબઈ એર ચેકપોસ્ટ મારફતે ભારતમાં પ્રવેશી વિઝામાં દર્શાવેલ નિર્દેશીત સ્થળે પહોંચ્યા બાદ તેઓએ ૨૪ કલાકમાં અત્રેની કચેરી સમક્ષ રૂબરૂ હાજર થઇને રજીસ્ટ્રેશન કરાવવાનુ હોય છે. જો ૨૪ કલાકની અંદર રજીસ્ટ્રેશન કરવામાં ના આવે તો લેઇટ ફી ભરવાની રહે છે. પાકીસ્તાન નાગરિકો અત્રે રજીસ્ટ્રેશન માટે એરાઈવલ કર્યા બાદ પાક નાગરિકો પાસેથી જરુરી ડોક્યુમેન્ટસ (પાક.નાગરીકનો પાસપોર્ટ, વિઝા, ટેમ્પરરી RP, ભારતીય નાગરિકના રહેઠાણના પુરાવા) લઈને તેઓની માહિતી ઓનલાઈન (IVFRT PORTAL) સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવે છે અને જેનાથી ઓનલાઈન RP (રેસીડન્ટ પરમીટ) મંજુર કર્યાબાદ તેઓની RP ની હાર્ડ કોપી કાઢવામાં આવે છે અને એફ.આર.ઓ.શ્રી ની સહીથી તેઓની RP (રેસીડન્ટ પરમીટ) ઇશ્યુ કરવામાં આવે છે. જે રેસીડન્ટ પરમીટમાં તેમની મુલાકાતના સ્થળો તથા કેટલા દિવસ ભારતમાં રહેવાનું હોય છે તે દર્શાવવામાં આવેલ હોય છે. તે દિવસો દરમ્યાન પાક.નાગરિકને પાકીસ્તાન ખાતે પરત જવા માંગતા હોય તેઓની ઇશ્યુ કરેલ RP (રેસીડન્ટ પરમીટ)માં ડીપાર્ચર નો સિક્કો મારી પરત મોકલવામાં આવે છે. પાકિસ્તાન નાગરિકોના અનિવાર્ય સંજોગોમાં કોઈ કારણોસર વિઝા વધારવાની જરૂર પડે તો પાક.નાગરીક જે તે પોલીસ સ્ટેશન ખાતે કારણ સહીત જરૂરી દસ્તાવેજ સાથે અરજી આપે છે. જે અરજી પોલીસ સ્ટેશન ખાતેથી હકારાત્મક/નકારાત્મક અભિપ્રાય સાથે અત્રેની કચેરી ખાતે મોકલી આપેલ છે. જે અરજી અનુસંધાને મેડીકલ ગ્રાઉન્ડ ઉપર વિઝા વધારવા માટે વેરીફીકેશન કર્યા બાદ સાદર રજુમાં એફ.આર.ઓ.શ્રીની મંજુરી મેળવ્યા બાદ અત્રેની કચેરીથી તે પ્રકરણ એફ.આર.આર.ઓ.શ્રી આંબાવાડી, પોલીટેકનીક, અમદાવાદ શહેર નાઓ તરફ ઓનલાઈન (IVFRT PORTAL) દ્વારા મોકલી આપવામાં આવે છે. ત્યારબાદ તેઓના વિઝા મંજુર કરવામાં આવે છે. ૩) LTV (LONG TERM VISA)/ LTV EXTENTION પાકીસ્તાની નાગરિક ભારતમાં આવ્યા પછી નીચે મુજબના કારણો, અનિવાર્ય સંજોગોમાં લાંબી મુદત LTV માટેની અરજી કરી શકે છે. (૧.) પાકીસ્તાની મહીલાએ ભારતીય નાગરિક સાથે લગ્ન કરેલ હોય. (૨.) જે પાકીસ્તાની નાગરીકો પાકીસ્તાનમાં લઘુમતી તરીકે છે તેવા હિન્દુ, ખ્રિસ્તી, શીખ વગેરે નાગરીકો કાયમી વસવાટ માટે. (૩.) જે ભારતીય મહિલા પાકીસ્તાની નાગરિક સાથે લગ્ન કરેલા હોય અને તેના પતિનું મરણ થતા વિધવા બની જતા તેઓ ફરીથી પોતાના માતા-પિતા સાથે ભારતમાં રહેવા માંગતી હોય. પાક.નાગરિક જ્યારે વિઝીટર વિઝા ઉપર અમદાવાદ શહેરની મુલાકાત લેછે ત્યારે વિઝાનો સમયગાળો પૂર્ણ થતા પહેલા પાક. નાગરિકે પાકીસ્તાન ખાતે પરત ફરવાનું હોય છે. પરંતુ પાક.નાગરીક અમદાવાદ શહેર ખાતે કાયમી વસવાટ માટે રહેવા માંગતા હોય તો વિઝીટર વિઝાનો સમયગાળો પૂર્ણ થાય તે પહેલા પાક.નાગરિકે ન્યુ એલ.ટી.વી. માટે http://indianfrro.gov.in/frro URL પર લોગીન થઇ LTV SERVICE માં ઓનલાઇન અરજી કરવાની હોય છે. જે ઓનલાઇન એપ્લાય કર્યા બાદ પાક.નાગરિકે પોતાનુ ઓનલાઇન એલ.ટી.વી. ફોર્મ તથા અન્ય જરૂરી દસ્તાવેજો (જેવા કે અરજી (Application),NEW LTV સર્વીસ ઓનલાઇન ફોર્મ, ‘બી’ફોર્મ, ‘સી’ફોર્મ, ગેરેન્ટર બોન્ડ, ગેરેન્ટર આઇ.ડી., વેલીડ પાસપોર્ટ, વિઝા સ્ટીકર, આર.પી. (Residential Permit), રહેઠાણનો પુરાવો (Residence proof)વગેરે) પોલીસ સ્ટેશન ખાતે વેરીફેકેશન માટે જમા કરાવવાના હોય છે. જે પોલીસ સ્ટેશન દ્વારા પાક.નાગરિક તથા તેઓના ગેરેન્ટર નાઓની ગુનાહિત તપાસ કર્યા બાદ તેઓએ આપેલ દસ્તાવેજોની ચકાસણી કરી તેઓએ કરેલ ન્યુ એલ.ટી.વી. અંગેનો અભિપ્રાય અત્રેની કચેરીએ મોકલી આપે છે.જે વંચાણે લઇ પાક.નાગરિક નાઓની ન્યુ એલ.ટી.વી. ફાઇલ બનાવી અરજદારોને અત્રેની કચેરી ખાતે બોલાવી પો.સ.ઇ. સમક્ષ રૂબરૂ નિવેદન લેવામાંઆવે છે. જે નિવેદન લીધા બાદ રજીસ્ટમાં નોંધ કરી તેઓને ફાઇલ નંબર આપવામાં આવે છે. ત્યારબાદ પાક.નાગરીક કરેલ ન્યુ એલ.ટી.વી. ઓનલાઇન અરજી તથા દસ્તાવેજો નું વેરીફાય કરી સાદર રજુ દ્વારા એફ.આર.ઓ.શ્રીની મંજુરી મેળવી સમગ્ર પ્રકરણ ઓનલાઇન ગૃહ વિભાગ, ગાંધીનગર તથા એમ.એચ.એ. ન્યુ દિલ્હી ખાતે મોકલવામાં આવે છે. ત્યારબાદ એમ.એચ.એ. ન્યુ દિલ્હી ખાતેથી ઓનલાઇન દ્વારા મંજુરી આપવામાં આવે છે. આ પાક.નાગરીકો ફર્સ્ટ એલ.ટી.વી.ની મંજુરી મેળવ્યા બાદ દર બે-બે વર્ષમાટે ઓનલાઇન એલ.ટી.વી. એક્ષટેન્શન ફોર્મ ભરી જરૂરી દસ્તવેજો સાથે પોલીસ સ્ટેશન ખાતે મંજુરી અર્થે સબમીટ કરાવે છે ત્યારબાદ અરજદારની અરજી તથા દસ્તાવેજો ચકાસણી કરી પો.સ્ટે. નાઓનો અભિપ્રાય અત્રેની કચેરી મોકલી આપે છે. જે અત્રેની કચેરી ખાતે પાક.નાગરીકે કરેલ અરજી તથા અન્ય દસ્તાવેજોની ચકાસણી કરી ઓનલાઇન વેરીફાય કર્યાબાદ સાદર રજુ દ્વારા એફ.આર.ઓ.શ્રીની મંજુરી મેળવ્યા બાદ એલ.ટી.વી. એક્ષટેન્શનની અરજી ગ્રાન્ટ કરવામાં આવે છે. ૪) ROUTE CHANGE પાક નાગરિકનાઓ અમદાવાદ શહેર ખાતે એલ.ટી.વી ઉપર રહેતા હોય અને તેઓને નોરિ વિઝા મેળવી પાકિસ્તાનની અથવા બીજા દેશની મુલાકાત લેવાની હોય ત્યારે પાકનાગરિકનાઓ જે માર્ગથી ભારતમાં પ્રવેશ્યા હોય જેવા કે રેલ્વે,બાય બસ,બાય ફુટ,એર માર્ગ, તે માર્ગથી જ નોરિ વિઝા મેળવી પાકિસ્તાન અથવા અન્ય દેશની મુલાકાત લેવાની હોય છે. પરંતુ પાક નાગરિકનાઓ તે રૂટ થી નોરિ વિઝા મેળવી જવા માંગતા ન હોય તો તેઓએ I.V.F.R.T.ની વેબસાઇટ ઉપર રૂટ ચેંજ ઓનલાઇન એપ્લાય કરવાનૂં હોય છે. જે ઓનલાઇન એપ્લાય કર્યા બાદ પાક નાગરિકે પોતાનું ઓનલાઇન રૂટ ચેંજ ફોર્મ તથા જરૂરિ દસ્તાવેજો (જેવા કે પાસપોર્ટ, વિઝા,આર.પી, ગેરેંટી બોંડવગેરે) પોલીસ સ્ટેશન ખાતે વેરિફિકેશન માટે જમા કરાવવાના હોય છે. જે પોલીસ સ્ટેશન દ્વારા પાક નાગરિક્નાઓની તથા તેઓના ગેરેંટેડનાઓની ગુનાહિત તપાસ કરી તથા પાક નાગરિકે આપેલ દસ્તાવેજોની ચકાસણી કરી તેઓના રૂટ ચેંજ અંગેનો સ્પષ્ટ અભિપ્રાય અત્રેની કચેરીએ મોકલી આપે છે. જે વંચાણે લઇ પાક નાગરિકનાઓની રૂટ ચેંજ ની અરજીની ઓનલાઇન કામગીરી કરવા સારૂ મે.સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રીની મજુરી મેળવી સમગ્ર પ્રકરણ ઓનલાઇન રૂટ ચેંજ ની મંજુરી સારૂ F.R.R.O ઓફિસ ખાતે ઓનલાઇન મોકલી આપવામાં આવે છે. જે F.R.R.O ઓફિસ દ્વારા રૂટ ચેંજ અંગે મંજુરી આપવામાં આવે છે. ૫) RETURN VISA/ NORI (NO OBJECTION RETURN TO INDIA) જે પાક નાગરિકનાઓ અમદાવાદ શહેર ખાતે એલ.ટી.વી ઉપર રહેતા હોય તેઓ વિઝા મેન્યુઅલ ના આધારે નોરિ ( NO OBJECTION RETURN TO INDIA ) વિઝા મેળવી વર્ષમાં એક વાર મહત્તમ ૯૦ દિવસમાટે પોતાના દેશ(મધર કંટરી) પાકિસ્તાન અથવા બીજા દેશની ( અધર કંટરી) ની મુલાકાત ની મેળવી શકે છે. જે માટે તેઓએ I.V.F.R.T.ની વેબસાઇટ ઉપર નોરિ વિઝા ઓનલાઇન એપ્લાય કરવાનૂં હોય છે. જે ઓનલાઇન એપ્લાય કર્યા બાદ પાક નાગરિકે પોતાનું ઓનલાઇન નોરિ વિઝા ફોર્મ તથા જરૂરિ દસ્તાવેજો ( જેવા કે પાસપોર્ટ, વિઝા,આર.પી, ગેરેંટી બોંડવગેરે ) પોલીસ સ્ટેશન ખાતે વેરિફિકેશન માટે જમા કરાવવાના હોય છે. જે પોલીસ સ્ટેશન દ્વારા પાક નાગરિક્નાઓની તથા તેઓના ગેરેંટેડનાઓની ગુનાહિત તપાસ કરી તથા પાક નાગરિકે આપેલ દસ્તાવેજોની ચકાસણી કરી તેઓના નોરિ વિઝા અંગેનો સ્પષ્ટ અભિપ્રાય અત્રેની કચેરીએ મોકલી આપે છે. જે વંચાણે લઇ પાક નાગરિકનાઓની નોરિ વિઝાની અરજીની ઓનલાઇન કામગીરી કરવા તથા નોરિ વિઝા આપવા સારૂ મે.સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રીની મજુરી મેળવવા આવે છે. મે.સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રીની મંજુરી મળ્યેથી પાક નાગરિકનાઓને નોરિ વિઝા આપવામાં આવે છે. ૬) ADDITIONAL PLACES OF VISIT જે પાક નાગરિકનાઓ અમદાવાદ શહેર ખાતે એલ.ટી.વી ઉપર રહેતા હોય તેઓ વિઝા મેન્યુઅલ ના આધારેએડીશનલ પ્લેઝ ઓફ વિઝિટ મેળવી વર્ષમાં ત્રણ વાર વિઝિટ કરી શકે છે.જે માટે તેઓએ I.V.F.R.T.ની વેબસાઇટ ઉપર એડીશનલ પ્લેઝ ઓફ વિઝિટ ઓનલાઇન એપ્લાય કરવાનું હોય છે. જે ઓનલાઇન એપ્લાય કર્યા બાદ પાક નાગરિકે પોતાનું ઓનલાઇન એડીશનલ પ્લેઝ ઓફ વિઝિટ ફોર્મ તથા જરૂરી દસ્તાવેજો (જેવા કે પાસપોર્ટ, વિઝા,આર.પી, ગેરેંટી બોન્ડવગેરે) પોલીસ સ્ટેશન ખાતે વેરિફિકેશન માટે જમા કરાવવાના હોય છે. જે પોલીસ સ્ટેશન દ્વારા પાક નાગરિક્નાઓની તથા તેઓના ગેરેંટેડનાઓની ગુનાહિત તપાસ કરી તથા પાક નાગરિકે આપેલ દસ્તાવેજોની ચકાસણી કરી તેઓના એડીશનલ પ્લેઝ ઓફ વિઝિટ અંગેનો સ્પષ્ટ અભિપ્રાય અત્રેની કચેરીએ મોકલી આપે છે.જે વંચાણે લઇ જે સ્થળની મુલાકાત લેવા માંગતા હોય તે સ્થળના F.R.O શ્રીને પાક નાગરિકનાઓના ત્યાનાં ગેરેંટેડનાઓની તપાસ કરવા તથા NOC આપવા અત્રેના F.R.O શ્રી દ્વારા પત્રથી માંગણી કરવામાં આવે છે. જે NOC આવ્યેથી અત્રેના F.R.O શ્રીની મંજુરી મેળવી પાક નાગરિકનાઓને એડીશનલ પ્લેઝ ઓફ વિઝિટ આપવામાં આવે છે. ૭) EXIT PERMIT જે પાક નાગરિકનાઓ અમદાવાદ શહેર ખાતે એલ.ટી.વી ઉપર રહેતા હોય તેઓ વિઝા મેન્યુઅલ ના આધારેએકઝિટ પરમીટ પાકિસ્તાન પરત ફરી શકે છે.જે માટે તેઓએ F.R.R.O ની વેબસાઇટ ઉપર એકઝિટ પરમીટ ઓનલાઇન એપ્લાય કરવાનૂં હોય છે. જે ઓનલાઇન એપ્લાય કર્યા બાદ પાક નાગરિકે પોતાનું ઓનલાઇન એકઝિટ પરમીટ ફોર્મ તથા જરૂરિ દસ્તાવેજો ( જેવા કે પાસપોર્ટ, વિઝા,આર.પી, ગેરેંટી બોંડવગેરે ) પોલીસ સ્ટેશન ખાતે વેરિફિકેશન માટે જમા કરાવવાના હોય છે. જે પોલીસ સ્ટેશન દ્વારા પાક નાગરિક્નાઓની તથા તેઓના ગેરેંટેડનાઓની ગુનાહિત તપાસ કરી તથા પાક નાગરિકે આપેલ દસ્તાવેજોની ચકાસણી કરી તેઓના એકઝિટ પરમીટ અંગેનો સ્પષ્ટ અભિપ્રાય અત્રેની કચેરીએ મોકલી આપે છે.જે વંચાણે લઇ પાક નાગરિકનાઓની એકઝિટ પરમીટ ની અરજીની ઓનલાઇન કામગીરી કરવા સારૂ મે.સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રીની મજુરી મેળવી સમગ્ર પ્રકરણ ઓનલાઇન એકઝિટ પરમીટ ની મંજુરી સારૂ F.R.R.O ઓફિસ ખાતે ઓનલાઇન મોકલી આપવામાં આવે છે. જે F.R.R.O ઓફિસ દ્વારા એકઝિટ પરમીટ અંગે મંજુરી આપવામાં આવે છે. ૮) LTV TRANSFER જે પાક નાગરિકનાઓ અમદાવાદ શહેર ખાતે એલ.ટી.વી ઉપર રહેતા હોય તેઓ વિઝા મેન્યુઅલ ના આધારેએલ.ટી.વી ટ્રાન્સફર કરાવી બીજા રાજ્ય ખાતે રહી શકે છે.જે માટે તેઓએ F.R.R.O ની વેબસાઇટ ઉપર એલ.ટી.વી ટ્રાન્સફર ઓનલાઇન એપ્લાય કરવાનૂં હોય છે. જે ઓનલાઇન એપ્લાય કર્યા બાદ પાક નાગરિકે પોતાનું ઓનલાઇન એલ.ટી.વી ટ્રાન્સફર ફોર્મ તથા જરૂરિ દસ્તાવેજો ( જેવા કે પાસપોર્ટ, વિઝા,આર.પી, ગેરેંટી બોંડવગેરે ) પોલીસ સ્ટેશન ખાતે વેરિફિકેશન માટે જમા કરાવવાના હોય છે. જે પોલીસ સ્ટેશન દ્વારા પાક નાગરિક્નાઓની તથા તેઓના ગેરેંટેડનાઓની ગુનાહિત તપાસ કરી તથા પાક નાગરિકે આપેલ દસ્તાવેજોની ચકાસણી કરી તેઓના એલ.ટી.વી ટ્રાન્સફર અંગેનો સ્પષ્ટ અભિપ્રાય અત્રેની કચેરીએ મોકલી આપે છે. જે વંચાણે લઇ જે સ્થળે એલ.ટી.વી ટ્રાન્સફર કરાવવા માંગતા હોય તે સ્થળના F.R.O શ્રીને પાક નાગરિકનાઓના ત્યાનાં ગેરેંટેડનાઓની તપાસ કરવા તથા NOC આપવા અત્રેના F.R.O શ્રી દ્વારા પત્રથી માંગણી કરવામાં આવે છે. જે NOC આવ્યેથી અત્રેના F.R.O શ્રીની મંજુરી મેળવી પાક નાગરિકનાઓને એલ.ટી.વી ટ્રાન્સફર આપવામાં આવે છે. ૯) CITIZENSHIP પાક.નાગરીકો જે L.T.V. વિઝા પર નિવાસ કરતા હોય તેવા નાગરીકો સતત સાત વર્ષ થી વધારે કન્ટીન્યુ ભારતમાં એલટીવી ઉપર વસવાટ કર્યા બાદ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચેરી, અમદવાદ શહેર નાઓને ભારતીય નાગરીકતા મેળવવા અરજી કરી શકે છે. જે અરજી કલેક્ટરશ્રીની કચેરી ધ્વારા વેરીફીકેશન અર્થે અત્રેની કચેરી ખાતે આવે છે જે બાદ તે અરજી આધારે પાકિસ્તાન નાગરિક જે તે સરનામા પર એલટીવી ઉપર વસવાટ કરતા હોય તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રીનો પાકીસ્તાન નાગરીકને નાગરીકતા આપવા બાબતેનો અભિપ્રાય મંગાવવામાં આવે છે જે અભિપ્રાય આધારે વેરીફીકેશન રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે જે પત્રમાં સાદર રજુ દ્વારા સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી એન્ડ એફ.આર.ઓ.શ્રી વિશેષ શાખા નાઓની સહીથી પત્ર જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચેરી, અમદવાદ શહેર નાઓને વાયા ઇન્ટેલીજન્સ બ્યુરો, ગાંધીનગર દ્વારા પાઠવવામાં આવે છે. |