Loading...
Welcome to Police Department
Search

હથિયાર લાયસન્સ :-

        આર્મ્સ એક્ટ ૧૯૫૯ તથા આર્મ્સ રૂલ્સ ૨૦૧૬ એમેડમેન્ટની જોગવાઇઓ અનુસાર સ્વરક્ષણ, પાકરક્ષણ અથવા  રમત-ગમત વિગેરેના હેતુસર રિવોલ્વર, પિસ્તોલ, રાઇફલ કે એરગન જેવું હથિયાર ધારણ કરવા માટે ફરજીયાત પણે હથિયાર ૫રવાનો મેળવવાનો રહે છે. અને આ હથિયાર પરવાનો સમયાંતરે રીન્યુ કરાવવાનો રહે છે. જે માટે આર્મ્સ એક્ટ અને આર્મ્સ રૂલ્સ તથા સરકારશ્રીના વખતો-વખતના નિયમોનુસાર કરવામાં આવેલ જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવાની રહે છે.

હથિયાર લાયસન્સ સંબંધિત તમામ અરજીઓ www.ndal-alis.gov.in ઉપર કરવાની રહેશે.

 

(૧) રિવોલ્વર/પિસ્તોલ/રાઇફલ/લાઇસન્સ:

રિવોલ્વર/પિસ્તોલ/રાઇફલ ધારણ કરવા માટે નવો હથિયાર પરવાનો મેળવવા માટે નિયત નમુના મુજબનું ફોર્મ ભરવાનું રહે છે. જે ફોર્મ www.ndal-alis.gov.in વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકાય છે. અરજદારશ્રીએ અરજી ફોર્મ ફી તરીકે રૂ.૧૦૦/- (અંકે સો રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) થી SBI લાલ દરવાજા ખાતે અથવા પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ શહેરની હિસાબી શાખા ખાતે ભરી, ભરેલ ચલણની નકલ સાથે ફોર્મની હાર્ડ કોપી તથા જરૂરી તમામ દસ્તાવેજો સાથેનું ફોર્મ પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, લાયસન્સ બ્રાંચ ખાતે જમા કારાવવાનુ રહે છે. અરજી ફોર્મ લાયસન્સ શાખામાં મળ્યા બાદ પોલીસ અભિપ્રાય મેળવવા માટે અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્ટેશન મોકલવામાં આવે છે. અને  હથિયાર પરવાનો આપવા બાબતે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રી નાઓના અભિપ્રાય મેળવવામાં આવે છે. બાદ, પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ (લાયસન્સીંગ ઓથોરીટી) દ્રારા અરજદારશ્રીને હથિયાર પરવાનો મંજૂર કરવા અથવા નામંજૂર કરવા બાબતે નિર્ણય લેવામાં આવે છે.

        અરજદારની રિવોલ્વર/પિસ્તોલ/રાયફલનો નવો હથિયાર પરવાનો મેળવવાની અરજી મંજુર  થતા, નવા હથિયાર પરવાના ફી પેટે રૂપિયા ૧૦૦૦/- (અંકે રૂપીયા એક હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) અત્રેની કચેરીના સમય કલાક ૧૧:૦૦ થી ૧૩:૦૦ સુધી સંપર્ક કરી ચલણ ભરાવાના રહે છે. જે ફી ભર્યેથી હથિયાર પરવાનો ઇસ્યુ કરવામાં આવે છે.

        હથિયાર પરવાના અરજી "ના મંજૂર" કરવામાં આવે તેવા કિસ્સામાં અરજદારશ્રીને તે બાબતે લેખિતમાં જાણ કરવામાં આવે છે. જો કોઇ અરજદારશ્રીને હથિયાર પરવાના અરજી "ના મંજૂર" કર્યા અંગેના નિર્ણય સામે વાંધો હોય તો અરજદારશ્રી પોતાનો “ના મંજૂર” કર્યા અંગેનો પત્ર મળ્યાની ૧ માસની અંદર અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, સચિવાલય ગાંધીનગર સમક્ષ અપીલ અરજી ફી તરીકે રૂ.૧૦૦૦/-(એક રૂપીયા એક હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરીને અપીલ અરજી કરી શકશે.

(૨) ગન, એરગન, એરરાયફલ, ફાયર આર્મ્સ રેપ્લીકા, ઇલેક્ટ્રોનીક ડીસએબ્લીગ ડિવાઇઝ, પેઇન્ટબોલ, માકર્સગન, બ્લેન્ક ફાયરીંગ ફાયર આર્મ્સ, મઝલ લોડીંગ (ML) ગન:

 

નવો હથિયાર પરવાનો મેળવવા માટે નિયત નમુના મુજબનું ફોર્મ ભરવાનું રહે છે. જે ફોર્મ www.ndal-alis.gov.in વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકાય છે. અરજદારશ્રીએ અરજી ફોર્મ ફી તરીકે રૂ.૧૦૦/- (અંકે સો રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી SBI લાલદરવાજા શાખા ખાતે અથવા પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ શહેરની હિસાબી શાખા ખાતે ફી ભરી, ભરેલ ચલણની નકલ સાથે ફોર્મની હાર્ડ કોપી તથા જરૂરી તમામ દસ્તાવેજો સાથેનું ફોર્મ પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, લાયસન્સ બ્રાંચ ખાતે જમા કરાવવાનું રહે છે. અરજી ફોર્મ લાયસન્સ શાખામાં મળ્યા બાદ પોલીસ અભિપ્રાય મેળવવા માટે અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્ટેશન મોકલવામાં આવે છે. અને હથિયાર પરવાનો આપવા બાબતે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીના અભિપ્રાય મેળવવામાં આવે છે. બાદ, સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક શાખા, અમદાવાદ (લાયસન્સીંગ ઓથોરીટી) દ્રારા અરજદારશ્રીને લાઇસન્સ આપવા અથવા નહી આપવા બાબતે નિર્ણય લેવામાં આવે છે.

 

(૩) હથિયાર ખરીદી અંગે અસલ લાયસન્સમાં નોંધ: 

લાઇસન્સદાર અધિકૃત આર્મ્સ ડીલર પાસેથી હથિયાર ખરીદી કરવાનું રહેશે. હથિયાર ખરીદી કર્યા પછી તુરંત ખરીદી અંગેની નોંધ અસલ લાયસન્સમાં કરાવવાની રહેશે, એટલે કે હથિયાર વર્ણન દાખલ કરવાનું રહેશે. જેની ફિ પેટે રૂ.૫૦૦/- (પાચ સૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરીને દાખલ કરાવવાનું રહેશે.

(૪) હથિયાર ખરીદ મુદ્દત:

લાઇસન્સ દારે જણાવેલ કારણો વાજબી લાગે ત્યારે હથિયાર ખરીદમુદ્દત વધુ ૩ માસ અથવા પરવાનો વેલીડ હોય ત્યાં સુધીની ખરીદમુદ્દત આપવામાં આવે છે પરંતુ આ સમયમર્યાદામાં હથિયાર નહીં ખરીદ કરે તો પરવાનેદારને કારણ-દર્શક નોટીસ આપવામાં આવે છે. અને જવાબમાં દર્શાવેલ કારણો વ્યાજબી ન જણાય તો આર્મ્સ રૂલ્સ મુજબ પરવાનો રદ કરવામાં આવે છે.

(૫)હથિયાર પરવાના રિન્યુ: 

લાઇસન્સ રીન્યુ કરવા માટે લાયસન્સ પુરૂં થવાના ૬૦ દિવસ પહેલા રીન્યુ માટે અરજી કરવાની રહે છે. ONLINE અરજી ભરીને રિન્યુ અંગેનુ ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો, અધ્યતન ફોટા સાથેની અરજી પોલીસ સ્ટેશનમાં જમા કરવાની રહે છે. બાદ સંબંધિત પોલીસ સ્ટેશનથી આ અંગે પરવાનો રીન્યુ કરવાનો અભિપ્રાય તેમજ હથિયાર ચકાસણી પ્રમાણપત્ર તેમજ ચલણથી ફી રૂ.૨૫૦૦/- (પાંચ વર્ષ માટે) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) SBI Laldarwaja ખાતે જમા કર્યાની વિગતો ચકાસી પરવાનો નિયમ અનુસાર રિન્યુ કરવામાં આવે છે.જો પરવાનેદાર દ્રારા લાયસન્સની કોઇ શરતનો ભંગ કરેલ જણાય અથવા પરવાનેદાર વિરુધ્ધ કોઇ ગુનો દાખલ હોય તો નિયમોનુસાર કારણદર્શક નોટીસ આપી પરવાનેદારની સ્પષ્ટતા મેળવી પરવાનો રીન્યુ/મોકૂફ/રદ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.

(૬) હથિયાર પરવાના એન.ઓ.સી.: 

લાઇસન્સદાર જ્યારે પરવાનામાં દર્શાવેલ હદવિસ્તારની બહાર જેમ કે એસ.એ.એફ.કાનપુર, કોલકત્તાથી હથિયાર લેવા જાય ત્યારે એન.ઓ.સી. આપવામાં આવે છે. જેના ફિ ના રૂ.૫૦૦/- (પાચ સૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી વસુલ કરવામાં આવે છે.

(૭) હથિયાર પરવાના જર્ની પરમિટ:

હથિયાર પરવાનામાં દર્શાવેલ હદવિસ્તારની બહાર પરવાનેદાર હથિયાર સાથે લઇ જવા માગે ત્યારે ઇ-ગુજકોપ અંતર્ગત પરવાનેદાર વિરુધ્ધ ગુનાની વિગતો મેળવી જર્ની પરમિટ આપવામાં આવે છે. જેની નિયત ચલણ ફી રૂ.૫૦૦/- (પાચ સૌ રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) છે.

(૮) હદ વિસ્તાર વધારવાની દરખાસ્ત ઓલ ઇન્ડિયા માટે કે જે સરકારશ્રીને મોકલાય છે.:

લાઇસન્સ જયારે ગુજરાત રાજયની હદ-વિસ્તારનું હોય અને સમગ્ર ભારત હદ વિસ્તારની વિનંતી કરતી અરજી મળેથી પોલીસ ઇન્‍સ્‍પેક્ટરશ્રી, મદદનીશ પોલીસ કમિશનરશ્રી, તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીનો અભિપ્રાય મેળવ્યા બાદ પોલીસ કમિશનરશ્રીના અભિપ્રાય હા અથવા ના સાથે અરજી સરકારશ્રીમાં મોકલવામાં આવે છે.

(૯) રિટેનરના નામ અંગે: 

હથિયાર પરવાનેદારશ્રી પરવાનામાં રીટેનર તરીકે તેમના પુત્રશ્રી અથવા પત્ની તેમજ સંબંધિત વ્યક્તિ કે જેઓની ઉંમર ર૧ વર્ષ હોય તેઓનું નામ દાખલ કરવા સારૂ તે અંગેનુ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો, અધ્યતન ફોટા સાથે તે અંગેની અરજી સાથે વિનંતી કરે ત્યારે અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્ટેશનથી સદરહું બાબતે અભિપ્રાય સાથે  મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રીના અભિપ્રાય સાથે આવ્‍યા બાદ માન્‍ય અધિકારીશ્રીના આદેશ અનુસાર રિટેનર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. રીટેનરનુ નામ દાખલ કરવા અંગે રૂ.૫૦૦/- (પાચ સૌ રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરાવવામાં આવે છે

(૧૦) ડુપ્લિકેટ પરવાના અંગે:

જયારે અસલ પરવાનો ગુમ થાય અથવા ફાટી જાય ત્યારે(જાણવા જોગની નકલ) આર્મ્સ રૂલ્સ ૨૦૧૬ની જોગવાઇને આધિન નિયમ મુજબ ફી રૂ.૧૦૦૦/- (એક હજાર રૂપીયા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) વસૂલ લઇ આપી શકાય.

(૧૧) હથિયાર પરવાના ટેકન ઓવર અંગે (ઇન્ટરનલ): 

લાઇસન્સદાર દર્શાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારથી અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેવા જાય ત્યારે બંને પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીનો અભિપ્રાય મગાવી જૂના પોલીસ સ્ટેશન વિસ્તારથી કમી કરી નવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનો ટેકન ઓવર કરવામાં આવે છે. તે અંગે ફિ ના રૂ.૫૦૦/- (પાચ સૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરાવવામાં આવે છે.

(૧૨) હથિયાર પરવાના ટેકન ઓવર/રિન્યુ કરવા તથા બહારના રાજ્ય/જીલ્લામાંથી મેળવેલ હથિયાર પરવાનો તબદીલ કરવા અંગેની કાર્યપધ્ધતિ: 

હથિયાર પરવાનેદારશ્રી અન્ય રાજ્ય અથવા જિલ્લામાંથી રહેણાંક બદલી અમદાવાદ શહેર હદ-વિસ્તારમાં રહેણાંક બદલે અને છ(૬) માસથી વધુ સમય રોકાણ કરવાના/કાયમી સ્થાઇ થવાના હોય તેવા સંજોગોમાં હથિયાર પરવાનો ફરજીયાત અત્રે ટેકન ઓવર કરવાનો રહેશે. જે માટે NDAL-ALIS ની વેબ સાઇટ ઉપર પરવાનેદારશ્રીએ ONLINE અરજી કરી, હથિયાર પરવાનાની નકલ તથા અન્ય જરૂરી દસ્તાવેજો ONLINE અરજીના બિડાણ સાથે પોલીસ કમિશનરની કચેરી ખાતે જમા કરાવવાના રહે છે. આવા કિસ્સામાં પરવાના અંગેની માહિતી તેમજ એન.ઓ.સી. NDAL પોગ્રામમાંથી ID & UIN નંબર સાથે જે તે જીલ્લા માથી એન.ઓ.સી મંગાવી, NOC મળેથી પરવાનો ટેકનઓવર કરી તે અંગેની જાણ જે તે જીલ્લાને કરવામાં આવે છે. પરવાનો ટેકન ઓવર કરવાની ફિ રૂ.૫૦૦/- (પાચ સૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી સ્વીકારવામાં આવશે.

(૧૩) ટી.એલ.પરમીટ: 

અત્રેથી અન્ય રાજ્યમાં હથિયાર/દારુગોળો લઇ જવા ટી.એલ.પરમીટ આપવામાં આવે છે. જેમાં વ્યક્તિગત પરવાનેદારની ટી.એલ ફી રૂ.૫૦૦/- (પાંચ સૌ રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ભરાવવામાં આવે છે અને આર્મ્સ ડિલરને ટી.એલ ફિ રૂ.૨૦૦૦/- (બે હજાર રૂપીયા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ભરાવવામાં આવે છે.

(૧૪) આર્મ્સ ડિલર્સ નવો પરવાનો મેળવવા માટે www.ndal-alis.gov.in વેબસાઇટ પર ONLINE અ‍રજી કરવાની રહે છે અને જે અરજીની હાર્ડ કોપી જરૂરી દસ્તાવેજો અરજી સાથે બિડાણ કરી પોલીસ કમિશ્નરશ્રીની કચેરી ખાતે જમા કરાવવાની રહે છે. અરજી સબંધે પોલીસ ઇન્સ્પેકટર/મદદનિશ પોલીસ કમિશનર/ નાયબ પોલીસ કમિશનરના અભિપ્રાય આવ્યાબાદ અત્રેથી પોલીસ કમિશનરશ્રીના હકારાત્મક/નકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીના ગૃહ વિભાગને મોકલવામાં આવે છે. પરવાનો મંજુર થયેથી નવા પરવાના ફિ રૂ.૨૦૦૦/- (બે હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરવાના રહે છે. 

(૧૫) આર્મ્સ ડિલર પરવાના રીન્યુ: 

પોલીસ કમિશનરના આદેશથી રીન્યુ કરવામાં આવે છે. રીન્યુ ફિ એક વર્ષ રૂ.૧૦૦૦/- (એક હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) મુજબ ચલણથી ભરવાના રહે છે.