Loading...
Welcome to Police Department
Search

અત્રે પોલીસ મુખ્યમથક ખાતે દૈનિક પરેડ થાય છે. તેમાં તમામ પ્રકારની ડ્રીલ તેમજ યોગાસનની તાલીમ આપવામાં આવે છે.

દર સોમવારે પી.ટી.પરેડ તેમજ દર શુક્રવારે સેરેમોનિયલ પરેડ રાખવામાં આવે છે. જેમાં મહિનાના પ્રથમ શુક્રવારે મે.પોલીસ કમિશનરશ્રી પરેડનું જાત નિરીક્ષણ કરે છે.

અમદાવાદ શહેરના આર્મ, અનાર્મ પો.સ.ઇ, એ.એસ.આઇ., હે.કો. તથા પો.કો. નાઓને જૂનાગઢ રિફ્રેશર કોર્સમાં તથા કમાન્ડો બેઝિક, રિફ્રેશર કોર્સ માટે કરાઇ ગાંધીનગર અથવા તાલીમ કેન્દ્ર ખલાલ ખાતે મોકલવામાં આવે છે.

૧૫મી ઓગસ્ટ તથા ૨૬મી જાન્યુઆરીની ઉજવણી માટે પરેડના પ્લાટુનો તૈયાર કરી નક્કિ કરેલ સ્થળે મોકલવામાં આવે છે. તેમજ મે.પોલીસ કમિશ્નરશ્રી નાઓની ઉપસ્થિતીમાં પોલીસ હેડ ક્વાર્ટસ, શાહીબાગ ખાતે ૧૫મી ઓગસ્ટ તથા ૨૬મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવે છે

૧ મી મે ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી માટે માંગણી મુજબના પરેડના પ્લાટુનો તૈયાર કરી નક્કિ કરેલ સ્થળે મોકલવામાં આવે છે

૨૧મી ઓક્ટોબરે શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ પરેડ આપવામાં આવે છે. 

  • પોલીસ મહાનિદેશકશ્રી,ગુ.રા.ગાંધીનગર  નાઓની કચેરી દ્વારા બેઝીક તાલીમ માટે ફાળવવા આવતા તાલીમાર્થીઓને શાહીબાગ પરેડ ગ્રાઉન્ડ તેમજ પૂર્વ હેડ કવાર્ટસ -ગોમતીપુર ખાતે રહેઠાણની વ્યવસ્થા મુજબ તાલીમ આપવામાં આવે છે.
  • અમદાવાદ શહેર પો.સ્ટે. વિસ્તારના અધિકારી/કર્મચારીશ્રીઓને રથયાત્રા બંદોબસ્ત અર્થે બી.ડી.ડી.એસ.ટીમો બનાવી તાલીમ આપી રથયાત્રા બંદોબસ્તમાં ફાળવણી કરવામાં આવે છે. તેમજ ક્યુ.આર.ટી. નવી દસ ટીમો બનાવી તેઓને પણ તાલીમ આપવામાં આવે છે.
  • પોલીસ અધિકારી/કર્મચારીશ્રીઓમાં કાર્યકુશળતા કેળવાય તે માટે મોબડ્રીલ તાલીમ, આધુનિક હથિયારની તાલીમ તેમજ ગેસગનને લગતી વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે.
  • અમદાવાદ  શહેર ખાતે ફરજ બજાવતા ક્યુ.આર.ટી.ટીમના કર્મચારીઓનુ  વર્ષમાં બે વાર રીફ્રેશર કોર્ષનુ આયોજન કરી ફાયરીંગ પ્રેકટીશ લેવામાં આવે  છે.
  • અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા અધિકારી/કર્મચારીશ્રીઓનુ વાર્ષિક ફાયરીંગ પ્રેકટીશ લેવામાં આવે છે.