|
વ્યક્તિગત તકેદારીનાં પગલાં · હંમેશા થોભો અને જોખમ વિશે વિચારો. · દરવાજો ખોલતાં પહેલાં મુલાકાતીને ઓળખો. · નાનાં બાળકોને મુલાકાતી માટે દરવાજો ખોલવાનું કદી ના કહો. · સેલ્સમેન પાસે હંમેશા ઓળખપત્ર માગો. · રાત્રે એકલા ચાલવા જવાનું ટાળો. · નિર્જન જગ્યાએ ચાલવા જવાનું ટાળો. · હંમેશાં જયાં પણ હોય ત્યાં સજાગ રહેવું · જયારે જરૂર ન હોય ત્યારે ક્રેડિટ/ડેબીટ કાર્ડ સાથે ન રાખવું · કોઈપણ વ્યકિત કોઈપણ રીતે તમને ચિંતાગ્રસ્ત કોશિશ કરે તો તમો તમારામાં વિશ્વાસ કેળવી જગ્યા છોડી દો. · કોઇ પણ વ્યકિત તમારા પૈસા પડી તેમ જણાવે તો તમારી નજર ચુકવી તમારી સામે કઇક અણબનાવ કરવાની કોશીષ કરે તેમ તકેદારી રાખવી. · બહારગામ જવાનુ થાય તો હંમેશા તાળુ મારી તેમજ આજુ બાજુ જાણ કરીને જ જવું.
|