પરેડ:- (૧) અત્રે પોલીસ મુખ્યમથક ખાતે દૈનિક પરેડ થાય છે. તેમાં બેન્ડનો પરેડ માટે ઉપયોગ થાય છે. (૨) દર સોમવારે પી.ટી.પરેડ તેમજ દર શુક્રવારે સેરેમોનિયલ પરેડ રાખવામાં આવે છે. જેમાં મહિનામાં પ્રથમ શુક્રવારે મે.પોલીસ કમિશનરશ્રી પરેડનું જાત નિરીક્ષણ કરે છે. તેમાં વિવિધ પ્રકારના બેન્ડ દ્વારા માર્ચ વગાડવામાં આવે છે. (૩) ૧૫મી ઓગસ્ટ તથા ૨૬મી જાન્યુઆરીની ઉજવણી માટે પરેડમાં બેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. (૪) ૨૧મી ઓક્ટોબરે શહીદ દિન નિમિત્તે નીમીત્તે શહીદોને બેન્ડ દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. (૫) વી.વી.આઇ.પી.શ્રીઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે ત્યારે બેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
|
|||||||||||

