|
(૧૬) નવા કાયમી ફટાકડા લાઇસન્સ : નવા ફટાકડા લાઇસન્સ માટેની અરજી અત્રેની લાયસન્સ શાખા ખાતે નિયત નમુના મુજબનુ ફોર્મ ઓફલાઇન ભરવાનું રહે છે. અરજદારશ્રીને નવા કાયમી ફટાકડા લાયસન્સ મંજૂર થયેથી ભરવાની થતી ફી રૂ.૧૦૦૦/- (એક હજાર રૂપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી પોલીસ કમિશ્નરશ્રીની કચેરી ખાતે જમા કરાવવાની રહે છે. અરજદારે નવા ફટાકડા લાયસન્સ મેળવવા બાબતે રજુ કરેલ દસ્તાવેજી પુરાવાઓના આધારે અરજદારશ્રીના રહેઠાણ વિસ્તારના પોલીસ સ્ટેશનના પો.ઇ.શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રી અને નાયબ પોલીસ કમિશનરશ્રી ટ્રાફીકનાઓના અભિપ્રાય આવ્યાબાદ ફાયર ખાતાની એન.ઓ.સી રજુ કર્યેથી સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક શાખા, અમદાવાદ શહેરના કે જેઓ લાયસન્સ શાખાના સુપરવાયઝરી અધિકારી છે તેઓના આદેશ અનુસાર લાઇસન્સ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. (૧૭)ફટાકડા પરવાના રિન્યૂ : લાઇસન્સ રિન્યૂ અંગેની મુદ્દત પૂર્ણ થયાના દિન-૩૦ પહેલા પરવાનેદારે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે રિન્યૂ અંગેનુ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો તથા અધ્યતન ફોટા સાથે રિન્યૂઅલ અરજી કરવાની રહે છે. તેમજ ફાયર ખાતાની એન.ઓ.સી અને ચલણફી રૂ.૫૦૦/- (પાચસૌ એક વર્ષ માટે ) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) પો.સ્ટે ખાતે જમા કરાવ્યેથી પો.ઇ.શ્રીનાઓના અભિપ્રાય આવ્યેથી ફટાકડા પરવાના રિન્યૂ કરવા અંગે કાર્યવાહી કરવામાં આવે છે.
|