ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા 'રન ફોર યુનિટી' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ દોડ માત્ર દોડ નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા, ભાઈચારો અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ છે. સરદાર સાહેબે દેશને એક તાંતણે બાંધવાનું જે સ્વપ્ન જોયું હતું, એ જ એકતાના સંકલ્પને આગળ ધપાવવાનો આ સુંદર પ્રયાસ છે.
અમદાવાદ શહેર પોલીસ તમારી સાથે - તમારી માટે