તા:૩૧-૧૦-૨૦૨૫ ના 'રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અમદાવાદ શહેર ખાતે ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વધુ મજબૂત કરવા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું.
મા.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ શ્રી સરદાર પટેલની પ્રતિમા પાસેથી યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
આ યુનિટિ માર્ચ સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ આશ્રમ રોડ પરની મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થયેલ.
યુનિટી માર્ચમાં મા.મંત્રી શ્રીમતિ દર્શનાબેન વાઘેલા, મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની, કલેક્ટરશ્રી સુજીત કુમાર, જીલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરે, અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા શહેર પોલીસના આશરે 1000 જેટલા પોલીસ કર્મચારીઓ અને નાગરિકો જોડાયા.
સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ.