|
મોહલ્લા સમિતિ (૧) જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની પોલીસ સ્ટેશન લેવલે રચના કરવામાં આવે છે. (ર) આ સમિતિમાં દરેક કોમના અગ્રગણ્ય નાગરિકોને સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. આ સમિતિના સભ્યો સમાજમાં પ્રભાવ ધરાવતા નાગરિકો છે, જેથી તેઓ તટસ્થ અને વ્યાપક હિતની સમજદારી ધરાવતા, ગુનામાં સંડોવાયેલ ન હોય તેવા પ્રતિષ્ઠિત નાગરિકો છે. (૩) કોમ-કોમ, વૈમનસ્ય, તથા અનિષ્ઠા થાય ત્યારે આ સમિતિના સભ્યોની મિટિંગ બોલાવી શાંતિ સ્થાપવા માટે મદદરૂપ થવા જણાવવામાં આવે છે. (૪) મોટા તહેવારો આવતા હોય ત્યારે આ સમિતિની મિટિંગ બોલાવી તહેવારોમાં કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવો ન બને તેમ જ કોમ્યુનલ વૈમનસ્ય કે ઘર્ષણ ન થાય તેની દરેક કોમના માણસોને સમજાવવા ને શાંતિ સ્થાપવા બાબતે જરૂરી મિટિંગો યોજવામાં આવે છે. આવા પ્રસંગોએ શાંતિ સમિતિના અગ્રણીઓની સંકલન અને જાગૃતિ સંબંધિત કામગીરી માટે પોલીસના સહયોગી તરીકે સેવા લેવામાં આવે છે.
|