૧.લાઉડ સ્પીકર,સભા,સરઘસની પરવાનગી અમદાવાદ શહેરના પોલીસ કમિશનરના ચાર્જ હેઠળના વિસ્તારમાં લાગુ પડશે. ૨.કોઈ સરઘસ અથવા સભાના સંચાલકે અધિકૃત પોલીસ અધિકારીની લેખીત પરવાનગી મેળવી હોય તે સીવાય એવું સરઘસ રસ્તા ઉપર અથવા રસ્તાની બાજુએ કાઢવું નહિ અને એવી સભા રસ્તા ઉપર અથવા તેની બાજુએ અથવા જાહેર સ્થળે ભરવી નહિ. ૩. અધિકૃત અધિકારીની પરવાનગી સીવાય સરઘસ અથવા સભામાંની કોઈ વ્યકિતએ :-
૪. અરજીમાં નીચેની વિગતો હોવી જોઈએ—
૫. સરઘસ કાઢવાની પરવાનગી માટેની શરતો.
(૧) સભાના સંચાલકે તેમાં ભેગી થવાનો સંભવ હોય તેવી વ્યકિતઓ માટે મળવાની જગા ધ્યાનમાં લઈ ને આવી સભા માટે સ્થળ નક્કી કરવું. (૨) સભા ટ્રાફીકને અથવા તેની નજીકમાં રહેતી વ્યકિતને અગવડ અથવા અવરોધ, ત્રાસ ન થાય તે રીતે ભરવા દેવી. (૩) ફરજ ઉપરના કોઈ પોલીસ અધિકારી ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથેના મૈત્રી ભર્યા સંબંધો, જાહેર વ્યવસ્થા, શિષ્ટતા અથવા નીતિમત્તાના હિતમાં આપે તેવી નિયંત્રણ સંચાલન વર્તણુંક અથવા પગલાં અંગેના તમામ હુકમો અથવા આદેશોનું સભામાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈશે. (૪) અરજી આ નિયમો અનુસાર કરવામાં આવી ન હોય તો આવી પરવાનગી આપવી તે ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા રાજ્યની સલામતી, વિદેશી રાજયો સાથેના મૈત્રી ભર્યા સબંધો જાહેર વ્યવસ્થા, શિષ્ટતા અથવા નીતિમત્તાના હિતમાં થશે નહિ એવો પોતાનો અભિપ્રાય થાય તો અધિકૃત અધિકારી સરઘસ કાઢવાની અથવા સભા ભરવાની પરવાનગી આપવાની ના પાડી શકશે. (૫) અધિકૃત અધિકારીએ પરવાનગી આપવાની ના પાડી હોય ત્યારે તેણે તે માટેનાં કારણો નોંધવા અને પરવાનગી આપવાની ના પાડવા માટેનાં કારણો નિર્દિષ્ટ કરતા હુકમની એક નકલ અરજદારને આપવી. આવો હુકમ અરજી મળ્યાની તારીખથી પાંચ દિવસની અંદર જણાવવો. (૬) પરવાનગી આપવાની ના પાડતો હુકમ કરવામાં આવે ત્યારે અરજદાર હુકમ મળ્યાની તારીખથી પાંચ દિવસની મુદતની અંદર અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને અપીલ કરી શકશે અને તેઓ અરજદારને જે સુનાવણીની તક આપ્યા પછી પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરી શકશે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનરે કોઈ હુકમ કર્યો ન હોય અથવા ત્રણ દિવસની મુદતની અંદર આવી અપીલના સબંધમાં તેમનાં તરફથી કોઈ પત્ર મળ્યો ન હોય તો અપીલ કરનારની તરફેણમાં અપીલનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમ ગણાશે અને પરવાનગી આપવામાં આવી છે એમ ગણાશે.
(૧)ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ- ૩૭(૧) મુજબ હથીયારબંધી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે. (૨) ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે (૧) મકાન ભાડુઆત, (૨) સ્પા-મસાજ (૩) નોઈઝ પોલ્યુશન, (૪) ગુજરાત સરકાર /કેન્દ્ર સરકાર દ્વારા અલગ-અલગ સંસ્થા/ બોર્ડ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના જાહેરનામા તેમજ વી.વી.આઈ.પી મુવમેન્ટ સમયેનો ડ્રોન ફલાય ઝોન બાબતના જાહેરનામાં બહાર પાડવામાં આવે છે.
ડ્રોન ઉડાડવાનુ પરમીટ મેળવવા માટે ભારત સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલ “ડ્રોન નિયમ -૨૦૨૧” અંતર્ગત D.G.C.A પોર્ટલ ઉપર ઓનલાઈન કરવાની હોય છે. ૪.લાઉડ સ્પીકરના નિયમો.
લાઉડ સ્પીકર અંગે પરવાનગી માંગનાર પરવાનેદારે અવાજના પ્રદુષણને અટકાવવા અંગે નામદાર સુપ્રીમકોર્ટના ચુકાદાના નિર્દેશો તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નં.ગુપ્રનિબોર્ડ/નોઈસ/યુનિટ-૪/જન-પીએન-૫/ ૫૧ર૫ર/ તા. ૧૪/૦૫/ર૦૧૦ થી ધોંધાટ ઉત્તપન્ન કરતા અને નિ૫જાવતા શ્રોતોના નિયંત્રણ અને નિયમન માટે ભારત સરકારના ૫ર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા ૫ર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ-૧૯૮૬ ની કલમ-૬ તથા ર૫ હેઠળ ઘ્વનિ પ્રદુષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો-ર૦૦૦ તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ગેઝેટમાં પ્રસિધ્ધ થયેલ ૦૩/૦૧૨/૨૦૧૯ ના નિયમ તથા ગુજરાત સરકાર ગૃહ વિભાગના પરીપત્ર ક્રમાંક HD/COU/e-file/ 8/ 2023 /0331/ M/P.F સચિવાલય,ગાંધીનગર તા.૦૪/૦૫/૨૦૨૪ ના નિયમોનું પાલન કરવાનું રહેશે. |