(૧) લુક આઉટ સરક્યુલર (LOC) જે ઝોન ડીસીપીશ્રીની કચેરી તરફથી મળે છે. જેમાં આરોપી વિરુધ્ધ નોંધાયેલ ગુન્હા સબબ તેઓ વિદેશ જતાં તથા આવતા સમયે તેઓની ધરપકડ સારુ તેઓની લુક આઉટ સરક્યુલર ઇશ્યુ થવા સારુ બ્યુરો ઓફ ઇમીગ્રેશન, દિલ્હી ખાતે મોકલવાની કાર્યવાહી, ડીલીટ કરવાની કાર્યવાહી.
(૨) લોસ ઓફ પાસપોર્ટ (LOP) સબંધે પાસપોર્ટ ગુમ થયા અંગેની બ્યુરો ઓફ ઇમીગ્રેશન ખાતે સિસ્ટમમાં નોંધ કરાવી ગુમ થયા બાદ તેનો કોઇ દુરઉપયોગ થયેલ છે કે કેમ? તે માટે એરાઈવલ-ડીપાર્ચરની માહિતી એફ.આર.આર.ઓ. બ્યુરો ઓફ ઈમીગ્રેશન અમદાવાદ શહેરથી મંગાવી અને પોલીસ સ્ટેશન તપાસ કરતા અધિકારીને પુરી પાડવી.
(૩) સ્ટેટ ઈન્ટે બ્યુરો તરફથી એરપોર્ટ ઈમીગ્રેશન વિભાગ જે ગુના દાખલ કરાવે તેનો પ્રગતિ રીપોર્ટ મંગાવી સ્ટેટ ઈન્ટે કચેરી મોકલવાની કાર્યવાહી
(૪) તે સિવાય પાસપોર્ટ ગેરરિતી સબંધેનો અહેવાલ ઈન્ટે કચેરી માગે તે ઝોન થી મેળવી મોકલી આપવાની કાર્યવાહી. (૫) પાસપોર્ટ તથા ફોરેનર્સ નાઓના ગુન્હા અંગેની અરજી સબંધે અહેવાલ મોકલવાની કાર્યવાહી
(૬) સેવન કલર્સ નોટીસ નોટીસ અંગેની કાર્યવાહી જેમાં પો.સ્ટે./શાખા, ઝોન, સ્પેશયલ સી.પી. મારફતે સી.આઇ.ડી. ક્રાઇમ તરફ મોકલી તે જનરેટ કરવા અંગેની કાર્યવાહી.
(૭) ભારતમાં આવતા વિદેશી નાગરિક ઓવરસ્ટે થાય તે DPM(DISTRICT POLICE MODULE) પર ચેક કરી તેઓના રેફરેન્સ એડ્રેસ આધારે તેઓના ઝોન તથા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરી તેનો અહેવાલ સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો પાઠવવો. |