Loading...
Welcome to Police Department
Search

 (

(૧૯) મનોરંજન કાર્યક્રમો યોજવા માટેનો પરવાનો :


મનોરંજન કાર્યક્રમો અંગેના પરવાના બાબતે www.ifp.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. કાર્યક્રમ યોજવા માટે અરજદારની અરજી સાથે હોલ/પાર્ટી પ્લોટ બુકીંગ કર્યાની ભાડા પહોંચ, નાટકના કિસ્સામાં , નાટક યોજવા માટેસાંસ્‍કૃતિક બોર્ડનું પ્રમાણપત્ર તેમજ ફાયર સેક્ટી અંગે પ્રમાણપત્ર તેમજ રહેઠાણ/ઓળખના પુરાવાઓ તથા અન્ય પુરાવાઓ અરજી સાથે સામેલ કરવાના રહે છે. સ્થાનીક પોલીસ અભિપ્રાય બાદ કાર્યક્રમ યોજવા માટે મંજુરી આપવામાં આવે છે.

www.ifp.gujarat.gov.in વેબસાઇટમાં અરજદારશ્રી દ્રારા યુઝર આઇ-ડી પાસવર્ડ બનાવી લોગીન થયા બાદ વેબસાઇટના પેજ પર Other Approvals માં Other Approvals માં Performance Licence Home પર ક્લીક કરી સબમીટ કરતા Performance Licence Home માં Apply કરી Performance Licence નું ફોર્મ ખુલશે જે અરજદારશ્રીએ ભરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરી સબમીટ કરવાનું રહેશે.

જે બાબતનો ઓનલાઇન ફોર્મનો નમુનો તથા Performance Licence મેળવવા માટે પોલીસ કમિશ્નરશ્રીનું નોટીફિકેશન તથા ઓનલાઇન મનોરંજન લાયસન્સ માટે સરકારશ્રીના ગૃહ વિભાગનાઓનું સરક્યુલર નીચે મુજબ છે.


Ø  ઓનલાઈન ફોર્મ નો નમૂનો .


Ø  પોલીસ કમિશ્નરશ્રીનું નોટીફિકેશન.


Ø  સરકારશ્રીનું સરક્યુલર.


 

સાર્વજનિક આનંદ-પ્રમોદના સ્થળના સંચાલન માટેનો પરવાનો, (બેન્કવેટ હોલ, કોમ્યુનીટી હોલ, પુલ,પાર્લર, હેલ્‍થ ક્લબ, એમ્‍યુઝમેન્‍ટ પાર્ક) :‌


અમદાવાદ શહેર વિસ્‍તારમાં સાર્વજનિક આમોદ-પ્રમોદનાં સ્‍થળો માટે પોલીસ કમિશનર અમદાવાદ શહેરના જાહેરનામા ક્રમાંકઃ૮૮૮/ર૬, તા.૧૮-૪-૧૯૬૨થી ઘડાયેલા નિયમો મુજબ લાઇસન્‍સ મેળવવું ફરજિયાત છે. સાર્વજનિક આમોદ-પ્રમોદના સ્‍થળજેવા કે બેન્કવેટ હોલ, કોમ્યુનીટી હોલ, પુલ, પાર્લર, હેલ્‍થ ક્લબ, એમ્‍યુઝમેન્‍ટ પાર્ક શરૂ કરવા માટે નિયત અરજી ફોર્મમાં જરૂરી દસ્તાવેજો સાથે પોલીસ કમિશ્નરશ્રીની કચેરી ખાતે અરજી કરવાની રહે છે. ફાયર ખાતાની NOC સ્થાનિક પોલીસ તેમજ ટ્રાફિક શાખાના અભિપ્રાય મેળવી પરવાનો આપવામાં આવે છે. પરવાનાની મુદ્દ્ત પુરી થતાં પરવાનો રીન્યુ કરવા માટે એક માસ અગાઉ અરજી કરવાની રહે છે.


(૨૦)  ટિકિટ બુકિંગ અંગેનુ જાહેરનામું.